ગાંધીનગર / ગુજરાતમાં IAS બાદ હવે IPS અધિકારીઓની બદલીનો તખ્તો તૈયાર, રથયાત્રા બાદ આદેશ થશે
Fri. Jan 10th, 2025

ગાંધીનગર / ગુજરાતમાં IAS બાદ હવે IPS અધિકારીઓની બદલીનો તખ્તો તૈયાર, રથયાત્રા બાદ આદેશ થશે

ગાંધીનગર : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓ નજીકમાં આવતા રાજકારણની સાથે ગુજરાતનાં બ્યુરોક્રસીમાં પણ બદલીનો ગંજીફો ચિપાવાનો શરૂ થઇ ચુક્યો છે. રાજ્યમાં 77 જેટલા IAS અધિકારીઓની બદલી થઇ ચુકી છે. જો કે ફરી એકવાર 60 જેટલા IPS અધિકારીઓની બદલીનો ગંજીફો ચિપાય તેવી શક્યતા સેવાઇ રહી છે. વહીવટી તંત્રમાં પરિવર્તન બાદ હવે પોલીસ બેડામાં પણ મોટા પરિવર્તનની સંભાવના છે. ચૂંટણી પહેલા જિલ્લા પોલીસ વડા, શહેર પોલીસ કમિશનરો અને પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓની બદલી થવાની સંભાવના છે.

ગૃહ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર 60 થી વધુ આઈપીએસ અધિકારીઓની બદલી થવાની સંભાવના છે. આ ઉપરાંત 6 જેટલા અધિકારીઓની બઢતી પણ મળે તેવી સંભાવના છે.

 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની તાજેતરની ગુજરાત મુલાકાત બાદ પોલીસ વિભાગમાં મોટો ફેરબદલ થવાની સંભાવના છે. જો કે હાલની રથયાત્રાને કારણે બદલીની પ્રક્રિયા સ્થગિત કરી દેવામાં આવી છે.

પોલીસ વિભાગમાં આઇપીએસ અધિકારીઓ, ડીવાયએસપી, પોલીસ ઇન્સપેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિતનું આખું પોલીસ માળખું ફેરવાય તેવી શક્યતા છે. આગામી વિધાનસભાની ચૂંટણીઓ સાથે, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર સહિતના શહેરો નજીકના ભવિષ્યમાં પોલીસવડાથી માંડીને પીઆઇ સુધી બદલીઓનો દોર થાય તેવી સંભાવના છે.

 

Related Post

Verified by MonsterInsights