90 ના દાયકામાં પોરબંદરમાં ગેંગવોરને નિયંત્રિત કરીને કાયદો અને વ્યવસ્થા લાઇન પર લાવનાર ગુજરાતના નિવૃત્ત આઈપીએસ( IPS) અધિકારી અને પૂર્વ પોલીસ વડા (DG) તીર્થરાજનું આજે વહેલી સવારે નિધન થયું છે.
નિવૃત્ત આઈપીએસ( IPS) તીર્થરાજ ગુજરાત કેડરના 1984 બેચના અધિકારી હતા. આઈપીએસ( IPS) લોબી 62 વર્ષની વયે તેમના અવસાનથી સ્તબ્ધ થઈ ગઈ છે.
તે અમદાવાદમાં રહેતા હતાં. તેમને આજે સવારે હાર્ટ એટેક આવ્યા બાદ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓને સારવાર મળે તે પહેલાં જ તેમને મૃત જાહેર કરાયા હતાં. જો કે, તમને જણાવી દઇએ કે આ સમાચાર વાયરલ થતાની સાથે જ તેની આદેશ હેઠળ ફરજ પર રહેલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તેમના નિવાસસ્થાને દોડી ગયા હતા અને તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી.