*અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી*
શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એવું જગવિખ્યાત યાત્રાધામ અંબાજી અંબાજી ખાતે અનેક ભક્તો આસ્થા સાથે માં અંબે ના દર્શન કરવા અંબાજી આવતા હોય છે જ્યારે કહી શકાય કે અંબાજી સિવિલ હોસ્પિટલ અંબાજી થી આશરે બે કિલોમીટર દૂર આવેલી છે.આ હોસ્પિટલનો સ્ટાફે કોરોના કપરા કાળમાં માનવતાની મિસાલ ઊભી કરી છે આ હોસ્પિટલ ના ડોક્ટરો એ પોતાના જીવની કે પોતાના પરીવારની પરવા કર્યા વગર કોરોના ની બીજી લહેર વચ્ચે પણ જે ઉમદા અને ઉત્સુક કામગીરી કરી છે તે કામગીરીને આજે ભાજપ મંડળ અંબાજી દ્વારા બિરદાવવામાં આવી હતી કહી શકાય કે આજે નેશનલ ડોક્ટર ડે છે અને નેશનલ ડોક્ટર ડે નિમિત્તે આજના દિવસે અંબાજી ભાજપ મંડળ દ્વારા અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે ના ડોક્ટરોને ખેસ પહેરાવી અને માતાજી નો ફોટો આપી તેમની સેવાઓને બિરદાવી હતી કોરોના કપરાં કાળ વચ્ચે અંબાજી ના ડોકટરો એ ઉત્સુક અને ઉમદા કામગીરી કરી છે એ ઉમદા કામગીરી ને આજે અંબાજી ભાજપ મંડળે વખાણતા આ કાર્યક્રમ અંબાજી હોસ્પિટલ ખાતે યોજાયો હતો કહી શકાય કોરોના કપરા કાળમાં લોકો જ્યારે એકબીજાને મળવાનું પણ ટાળતા હતા ત્યારે આવા કપરા સમયમાં પણ આ ડૉક્ટરો એ અનેક લોકોના જીવ બચાવ્યા છે અનેક લોકોની સેવા કરી છે આ ઉત્સુક કામગીરીને આજે વખાણવા માં આવી હતી અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે ડૉ. શોભા ખંડેલવાલ સુપ્રિડેન્ટ અને અંબાજી સિવિલ હોસ્પિટલના સ્ટાફની સેવાને આજે ભાજપ મંડળ દ્વારા બિરદાવતા તેમને ખેસ પહેરાવી અને તેમની કામગીરીને વખાણી હતી જ્યારે આ કાર્યક્રમ માં અંબાજી સિવિલ હોસ્પિટલના ડૉ. શોભાબેન ખંડેલવાલ, ડોક્ટર રાજ સારસ્વત, સહિત ડોક્ટર વિવેક સક્સેના, મનસુખ ભાઈ પટેલ સહિત તમામ ડોક્ટરો હાજર રહ્યા હતા જ્યારે ભાજપ મંડળ ના જીલ્લા કારોબારી બકુલેશભાઈ શુક્લા, મહામંત્રી વિજયભાઈ દેસાઇ, દિનેશ પૂજારી ,નરેશ દેસાઇ સહિત ભાજપના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા