દાહોદ જિલ્લાના ઝાલોદ શહેરની વિશ્વાસ નગર સોસાયટીમાં ગટરો નું પાણી રોડ પર આવતા સ્થાનિકો રોષે ભરાયાં હતાં
Mon. Jan 13th, 2025

દાહોદ જિલ્લાના ઝાલોદ શહેરની વિશ્વાસ નગર સોસાયટીમાં ગટરો નું પાણી રોડ પર આવતા સ્થાનિકો રોષે ભરાયાં હતાં

દક્ષેશ ચૌહાણ:ઝાલોદ ની વિશ્વાસ નગર સોસાયટીમાં ગટરો નું પાણી રોડ પર આવતા સ્થાનિકો દ્વારા નગરપાલિકા તંત્ર ને રજુઆત કરવા છતાં પાલિકા તંત્ર દ્વારા ગટરો નું કામગીરી હાથ ન ધરાતા સ્થાનિકોમાં રોષે જોવા મળ્યો ત્યારે ગટરો નું પાણી રોડ પર આવતા આજુબાજુ ના સ્થાનિકોને અવર-જવર માટે ભારે હાલાકી નો સામનો કરવો પડતો હોય છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા નવી ગટરો બનાવાની કામગીરીમાં ઠાગાઠૈયા કેમ કરવામાં આવતા હોય છે

આમ કોરોના મહામારી ચાલી રહી છે તેવામાં ઝાલોદ શહેરની વિશ્વાસ નગર સોસાયટીમાં ગટરો નું પાણી રોડ પર આવતા સ્થાનિકોમાં ડરનો માહોલ સર્જાયો હતો આમ બિમારીઓ થવાની પણ શક્યતાઓ રહેલી છે ઝાલોદ નગરપાલિકા તંત્ર દ્વારા ગટરો નું કામગીરી હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ ઉઠવા પામી છે ત્યારે ઝાલોદ નગરપાલિકા તંત્ર દ્વારા ગટરો કેમ નથી બનાવામાં આવતી એ પણ ચર્ચાઈ રહ્યું છે કે પછી ગટરોના કામ ખાલી કાગળ પર હોય એવું ચર્ચાઈ રહ્યું છે ત્યારે ઝાલોદ નગરપાલિકા વારંવાર વિવાદોમાં આવતી હોય છે ત્યારે આ ગટરોના કામ કાગળો પર છે કે પછી ગટરો નાં પૈસા ઉપાડી લેવામાં આવ્યા હોય તેવા આક્ષેપો સ્થાનિકોને દ્વારા કરવામાં આવ્યા ઝાલોદ નગરપાલિકા અવારનવાર વિવાદોમાં આવતી હોય છે ત્યારે નગરપાલિકા માં ક્યાંક ને ક્યાંક મોટા ભ્રષ્ટાચારો માં ઘેરાયેલી હોય તેવું નગરમાં ચર્ચાઈ રહ્યું છે

આમ ઝાલોદ નાં અનેક વિસ્તારોમાં હલકી ગુણવત્તાવાળા કામો કરવામાં આવતા હોય તેવું પણ શહેરમાં ચર્ચાઈ રહ્યું છે આમ ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ બાબતે તપાસ હાથ ધરવામાં આવે તો અનેક મોટા ભ્રષ્ટાચાર ખુલી શકે તેવી શક્યતાઓ રહેલી છે ત્યારે ઝાલોદ નગરપાલિકા માં 14માં નાણાપંચના વિકાસના કામોમાં પણ મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયાં હોય તેવા આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. આમ આખા દાહોદ જિલ્લામાં ચચૉ નો વિષય બનવા પામ્યો હતો

Related Post

Verified by MonsterInsights