Sat. Dec 21st, 2024

રાજકોટ / પ્રાઈવેટ ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા નાઇટ કર્ફ્યુમાંથી મુક્તિ આપવા માંગ, લોકડાઉનના કારણે માલિકોની સ્થિતિ કફોડી

રાજકોટ ખાનગી ટ્રાવેલ્સ એસોસિએશને પોલીસ કમિશનરને રાત્રિ કરફ્યુ અંગે રજૂઆત કરવામાં આવી છે. જેમાં ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો રાત્રિ કર્ફ્યુમાંથી મુક્તિ આપવા કમિશનરને રજૂઆત કરી હતી. એસ.ટી બસોને છૂટ આપવામાં આવી છે તો ખાનગી ટ્રાવેલ્સની પણ છૂટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

લોકડાઉન દરમિયાન ખાનગી ટ્રાવેલ્સ માલિકોની સ્થિતિ પણ કફોડી થઇ ગઈ છે. રાજકોટના ગ્રીન લાઈન ચોકડી, ગોંડલ રોડ ચોકડી અને માધાપર ચોકડીએ પેસેન્જરોને રાત્રિ કરફ્યુ દરમિયાન ખાનગી ટ્રાવેલ્સમાંથી ઉતારી દેવા પડે છે.

જેના કારણે ખાસ કરીને સિનિયર સિટીઝનોને ખૂબ મુશકેલી પડે છે. દરરોજના 25થી 30 હજાર જેટલાં પેસેન્જરોને ખૂબ જ મુશકેલી પડે છે.

દરરોજની 1100 થી વધુ બસ રાજકોટમાં અપડાઉન કરે છે. ખાસ કરીને એસ.ટી બસોને સરકાર દ્વારા કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવી છે, તો ખાનગી ટ્રાવેલ્સની પણ મુક્તિ આપવામાં આવે તેવી માંગ રાજકોટ ખાનગી ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.

Related Post

Verified by MonsterInsights