Sun. Sep 8th, 2024

ચોમાસું જામશે/ અમદાવાદમાં વરસાદનું શુભમુહૂર્ત જાહેર, 12 જુલાઇથી સતત 7 દિવસ માટે હળવોથી મધ્યમ વરસાદ પડે તેની સંભાવના

હાલમાં અમદાવાદમાં મેઘરાજાએ વિરામ લીધો છે. હવે જ્યારે અષાઢી બીજે રથયાત્રા છે ત્યારે વરસાદના પુનરાગમનનું પણ શુભ મુહૂર્ત પણ મંડાય તેની પૂરી સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદમાં 12 જુલાઇથી 7 દિવસ વરસાદી માહોલ રહી શકે છે.

અમદાવાદમાં આજે ૩૮.૫ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૪ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી ૩ દિવસ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને મહત્તમ તાપમાન ૩૯ ડિગ્રીની આસપાસ નોંધાઇ શકે છે.

હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં આગામી 12 જુલાઇથી 7 દિવસ માટે હળવોથી મધ્યમ વરસાદ પડે તેની સંભાવના છે.

રાજ્યભરમાં 12 જુલાઇથી ચોમાસાનું પ્રભુત્વ વધી શકે છે. આગામી ૩ દિવસ બનાસકાંઠા, ડાંગ, મહીસાગર, અરવલ્લીમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આગામી 12 જુલાઇના ડાંગ અને તાપીમાં ભારે વરસાદની સંભાવના છે.ગુજરાતમાં હજુ સુધી 4.84 ઈંચ સાથે મોસમનો 14.64% વરસાદ નોંધાયો છે. ગત વર્ષે 8.37 ઈંચ સાથે મોસમનો 25%થી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો હતો.

Related Post

Verified by MonsterInsights