Wed. Jan 15th, 2025

નવસારી / બોગસ ખેડૂત બનીને કરોડોની જમીન ખરીદવાનો કિસ્સો, 10 થી વધુ આરોપીઓ ફરાર

નવસારી : દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી જમીનના ભાવો આસમાને પહોંચ્યા છે. ત્યારે ઘણા લોકો બોગસ ખેડૂત બની અને કરોડો રૂપિયાની જમીન ખરીદવાના ઘણા કિસ્સા સામે આવ્યા છે. ત્યારે ફરી નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના 11 ગામોમાં લગભગ 500 કરોડની કિંમતીની જમીન ખરીદવામાં આવી હતી.

સંજય પોદ્દાર નામના વ્યક્તિએ તેના પરિવારના 11 સભ્યોના નામે જમીન ખરીદી હતી. પરિવારના આંતરિક કલેશને કારણે વિમલ પોદ્દાર નામના ફરિયાદીએ કલેક્ટરને રજૂઆત કરી હતી કે આ બધી જ જમીન સંજય પોદ્દારે ધાનેરાથી બોગસ ખેડૂતના દાખલા પર ખરીદ્યો છે. જેથી કલેકટરે તપાસના આદેશ આપ્યા હતા. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ કેસમાં તમામ આરોપી હાલ ફરાર છે.

Related Post

Verified by MonsterInsights