Sun. Dec 22nd, 2024

દેવગઢ બારીઆ પોલીસે મગફળી anએ કાજુના ફોતરાના થેલાઓની આડમાં લઇ જવાતો લાખો રુપિયાનો વિદેશી દારૂ ઝડપી લીધો

ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં બુટલેગરોને જાણે કે કાયદાનો ડર ના હોય તેમ બેફામ બન્યાં છે. જ્યારે બુટલેગરોને દબોચી લેવા પોલીસ પણ એક્શન મોડમાં છે. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના અસાયડી ગામ પાસેથી પોલીસે ટ્રકમાં મગફળી તેમજ કાજુના ફોતરાના થેલાઓની આડમાં લઇ જવાતા રૂપિયા 11 લાખથી વધુના વિદેશી દારૂ સાથે કુલ રુપિયા 16 લાખ 39 હજાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં બે બુટલેગરોને પોલીસે દબોચી લીધા છે.

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના અસાયડી ગામેથી પસાર થઈ રહેલા એક ટ્રકની પોલીસે તપાસ હાથ ધરતા પોલીસ ચોંકી ઉઠી હતી. ટ્રકમાંથી પોલીસે વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો. રૂપિયા 11 લાખ 29 હજાર 200ના વિદેશી દારૂના જથ્થા સાથે ટ્રક તેમજ મોબાઇલ ફોન વગેરે મળી કુલ રૂપિયા 16 લાખ 39 હજાર 200નો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડી ટ્રકના ચાલક સહિત બે જણાની પોલીસે અટકાયત કરી છે.

દાહોદ એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે ગતરોજ દેવગઢ બારીયા તાલુકાના અસાયડી ગામે આવેલી અન્નપૂર્ણા હોટલની સામે ગોધરાથી દાહોદ જતા હાઇવે રોડ પર વોચ ગોઠવી ઉભા હતા તે સમયે ત્યાંથી એક ટ્રક પસાર થતા તેને ઉભી રખાવી હતી અને ટ્રકમાં તલાસી લેતાં તેમાંથી ટ્રકમાં મગફળી તેમજ કાજુના ફોતરાના થેલાઓની આડમાં સંતાડી રાખેલો ભારતીય બનાવટનો રૂપિયા 11 લાખ 29 હજારની કિંમતનો દારૂ તથા ફેરાફેરી પરીવહનમાં ઉપયોગમાં લીધેલી ટ્રક, મોબાઇલ ફોન તથા મગફળી તેમજ કાજુના થેલા મળી કુલ રુપિયા 11 લાખ 29 હજારના મુદ્દામાલ સાથે રમેશ દાદભાઇ સકર (રહે.ગણેશનગર પારનેર, તા.પારનેર, જિ. અમદનગર) અને સચીન બાબુભાઇ સાઠે (રહે.જવળા, તા.પારનેર જિ.અમદનગર) ને ઝડપી પાડયા હતા.

Related Post

Verified by MonsterInsights