શિક્ષણ બોર્ડ દ્વારા એન્જીનીયરીંગ અને ફાર્મસી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે ગુજસેટની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે.આગામી 6 ઓગસ્ટના રોજ ગુજસેટની પરીક્ષા લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આ અરજીની જાહેરાત GUJCET દ્વારા તેમની સત્તાવાર વેબસાઇટ પર 23 જૂનના રોજ કરવામાં આવી હતી. ત્યારે ગુજસેટની પરીક્ષાની આજે જાહેરાત કરવામાં આવી હતી. આગામી એન્જીનીયરીંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટેની ગુજસેટની પરીક્ષા 6 ઓગસ્ટના રોજ કોરોના ગાઈડલાઈનના ચુસ્ત પાલન સાથે યોજવામાં આવશે.