Sun. Dec 22nd, 2024

ભાવનગર / લાખણકા ડેમમાં પાણીમાં ડૂબી જવાથી 2 યુવાનોના મૃત્યુ, એકને બચાવવા જતા બીજો યુવાન પણ ડૂબ્યો

ભાવનગર : બુધેલ નજીક લાખણકા ડેમમાં પાણીમાં ડૂબી જવાથી બે યુવાનોના મૃત્યુ થયા છે. આ યુવાનો મિત્રો સાથે લાખણકા ડેમ પર ફરવા ગયા હતા. દરમિયાન ડેમમાં પડેલા એક યુવકને બચાવવા જતા બીજો યુવાન પણ ડેમમાં પડ્યો હતો. જો કે આ બંન્ને યુવાનના પાણીમાં ડૂબી જવાના કારણે મૃત્યુ થયા છે.


ફાયર વિભાગનો સ્ટાફ આ બનાવની જાણ થતા ઘટના સ્થળે પર પહોંચી ગયો હતો. લાખણકા ડેમમાં બંને યુવાનની ફાયર સ્ટાફ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આશરે બે-અઢી કલાકની જહેમત બાદ રાત્રીના 9 કલાકે કેવલ ચેતનભાઈ સોલંકીનો મૃતદેહ મળ્યો હતો, જયારે બીજા યુવાન હાર્દીક સુરેશભાઈ સોલંકીની શોધખોળ શરૂ હતી. આ બંને યુવાન શહેરના સરદારનગર પચાસ વારીયામાં રહે છે.

 

Related Post

Verified by MonsterInsights