સુરત : જિલ્લાના મહુવા તાલુકામાં આવેલ મધર ઇન્ડિયા ઉમરા ખાતે ડેમ છલકાયો છે. ઉમરામાં અંબિકા નદી પર આવેલ મધર ઇન્ડીયા ડેમ છલકાયો છે. મધર ઇન્ડિયા ડેમના ઉપરવાસમાં અને ખાસ કરીને ડાંગમાં પડેલા સતત વરસાદના પગેલ અંબિકા નદીમાં ભરપુર નવા નીર આવ્યા છે.
ડાંગમાં વરસાદને કારણે આવેલ અંબિકા નદી પર આવેલ ગીરાધોધ છલકાયો હતો. ડાંગમાં આહવામાં 3 ઇંચ, વઘઇમાં 2.80 ઇંચ, સુબિરમાં 1.80 ઇંચ અને સાપુતારામાં 5 ઇંચ વરસાદ પડ્યો છે. ડાંગ જિલ્લામાં પડેલ વરસાદને પગલે અંબિકા નદી બે કાંઠે વહેતા મધર ઇન્ડિયા ડેમમાં નવા નીર આવતા ડેમ છલોછલ ભરાઈને છલકાયો છે.