અમદાવાદ : AMC દ્વારા મચ્છરજન્ય રોગ અટકાવવા કાર્યવાહી કરવામાં આવી છે. તંત્ર દ્વારા મચ્છરોના બ્રિડિંગના કારણે મચ્છરજન્ય રોગચાળો વધતા મહત્વની આ વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
આ કામગીરીને લઈને શહેરમાં 274 કન્સ્ટ્રક્શન સાઈટની ચકાસણી કરવામાં આવી છે અને તેમાંથી 133 ને નોટિસ આપવામાં આવી છે.
જ્યારે AMC દ્વારા 6.32 લાખ દંડ પણ વસુલવામાં આવ્યો છે. જેમાં એએમસીના આરોગ્ય 3 મલેરિયા વિભાગ દ્વારા 7 ઝોનમાં કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જ્યારે આ કામગીરી અંતર્ગત નિકોલમાં આવેલ પ્રધાનમંત્રી આવાસની બાંધકામ સાઈટની એડમિન ઓફિસ સીલ કરી દેવામાં આવી છે, અને મચ્છરોના બ્રિડિંગ મળી આવતા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી