રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં શહેરમાં અડધો કલાકમાં 1 ઈંચ વરસાદ પડ્યો છે. રાજકોટના અનેક વિસ્તારો થોડીવારમાં જ મેઘરાજાએ પાણી પાણી કરી દીધા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી.
આ ઉપરાંત રાજકોટ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. તેમજ રાજકોટ-મોરબી હાઇવે પર અને અનેક ગામડાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં બેડી ગૌરીદડ સહિતના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.