સોશિયલ મીડિયા પર ઘણીવાર ગીતો વાયરલ થાતા રહે છે. કેટલીકવાર આ ગીતો દ્વારા કેટલાક લોકો પણ દરેક જગ્યાએ છવાઈ જાય છે. છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એક ગીત ‘બચપન કા પ્યાર’ જોરદાર વાયરલ થઈ રહ્યું છે. જ્યા આ ગીતોને દરેક જગ્યાએ શેર કરવામાં આવી રહ્યું છે, ત્યારે ઘણા સેલેબ્સ પણ આ ગીત પર જોરશોરથી રીલ બનાવી રહ્યા છે. હવે આ ગીતના ગાયક તે બાળકને બાદશાહ (badshah) નું આમંત્રણ આવ્યું છે.
હાલમાં જ બોલિવૂડ સિંગર બાદશાહે પણ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે બચપન કા પ્યાર ગીત પર મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં, હવે બાદશાહે આની સાથે જે કર્યું છે તેના માટે ચાહકો તેમની પ્રશંસા કરતાં થાકતા નથી.
બાદશાહનું મળ્યું આમંત્રણ
સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં સ્કૂલનો ગણવેશ પહેરેલો બાળક તેમના શિક્ષકોની સામે ‘બચપન કા પ્યાર ભુલ નહીં જાના રે’ ગાઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ ગીત ગાતા બાળકનું નામ સહદેવ (Sahdev) છે, જે છત્તીસગઢના સુકમાના છીંદગઢ બ્લોકમાં રહે છે.
સોશિયલ મીડિયા પર એવું કહેવામાં આવી રહ્યું છે કે સહદેવનો આ વીડિયો બે વર્ષ જૂનો છે. એક અહેવાલ અનુસાર બાદશાહે ખુદ એક વીડિયો કોલ પર આ બાળક સાથે વાત કરી છે એટલું જ નહીં, રૈપર તેને મળવા માટે ચંદીગઢ બોલાવ્યો છે. આ પછી એવી આશા છે કે બાદશાહ સહદેવ સાથે ગીતનું શૂટિંગ કરી શકે છે.
આપને જણાવી દઈએ કે એક ઇન્ટરવ્યુ દરમિયાન સહદેવે કહ્યું છે કે તેના પિતા ખેડૂત છે અને ઘરે ટીવી, મોબાઈલ વગેરે નથી. તે હંમેશાં બીજાના ફોન પરથી ગીતો સાંભળે છે અને સ્કુલમાં ગીત પણ બીજાના મોબાઇલમાંથી સાંભળીને ગાયુ હતું. આટલું જ નહીં, તે બાળક કહે છે કે તે મોટા થઈને ગાયક બનવા માંગે છે.
સમાચારો અનુસાર, બાદશાહ દ્વારા સહદેવને ચંદીગઢ આવે ત્યાં સુધી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. ખુદ સહદેવ તેના પરિવારના સભ્યો સાથે બાદશાહને મળવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.