1. રાજ્યમાં આજથી ધોરણ-9 થી 11ના વર્ગો શરૂ થાય છે, વિદ્યાર્થીઓ માટે વાલીનું સંમતિપત્રક ફરજિયાત
રાજ્યભરમાં આજથી ધોરણ 9થી 11ના વર્ગો સાથે શાળાના પ્રાંગણ ફરી ધમધમતા થશે.રાજ્ય સરકારે 50 ટકા ક્ષમતા સાથે ધોરણ 9થી 11ના વર્ગો શરૂ કરવાની મંજૂરી આપી છે. સાથે જ એસઓપીનું પાલન પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. અને રાજ્યમાં દોઢ વર્ષ બાદ ફરી થી આજે ઓફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવશે. મહત્વનું છે કે, ઓફલાઈન શિક્ષણ લેવા માગતા વિદ્યાર્થીઓ માટે વાલીનું સંમતિપત્રક ફરજિયાત કરવામાં આવ્યું છે.
2.પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ સહીતના જિલ્લામાં વરસાદ, મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ મનમૂકીને વરસ્યા છે.છોટાઉદેપુર અને પંચમહાલ પંથકમાં ભારે વરસાદને કારણે શહેરી વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાઈ છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું છે.ભારે વરસાદને કારણે છોટાઉદેપુર, પંચમહાલ, નસવાડી, દાહોદ, શિનોર સહિતના વિસ્તારોમાં મેઘ મહેર થઈ ગઈ છે.
3. મંગળવારે રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી, NDRFની 8 ટીમો તૈનાત
હવામાન વિભાગે મંગળવારે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જેને કારણે ગાંધીનગર ખાતે સ્ટેટ ઇમરજન્સી કન્ટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ભારે વરસાદની આગાહીના પગલે જુદા જુદા જિલ્લામાં NDRFની 8 ટીમોને તૈનાત કરવામાં આવી છે. જ્યારે 3 ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
4. હાલ સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો, નર્મદા ડેમની હાલની જળસપાટી 115.88 મીટર પહોંચી
ભારે વરસાદને કારણે છેલ્લા 8 કલાકમાં નર્મદા ડેમની જળસપાટીમાં 8 સેમીનો વધારો થયો છે. ત્યારે નર્મદા ડેમ હાલની જળસપાટી 115.88 મીટર સુધી પહોંચી ગઈ છે. જો કે, ગતવર્ષ કરતા ચાલું વર્ષે ડેમની સપાટી 5 મિટર ઓછી છે. ડેમમાં હાલ 4363 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે.
5.રાજકોટથી લઈને જૂનાગઢ સુધી જોવા મળી મેઘ મહેર, સૌરાષ્ટ્રમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા
સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ મનમૂકીને વરસ્યા છે.રાજકોટથી લઈને જૂનાગઢ સુધી મેઘરાજાએ કૃપા વરસાવી છે. રાજકોટના લોધિકા અને માણાવદરમાં ભારે વરસાદ વરસતા નદી-નાળા છલકાઈ ગયા છે. જ્યારે રાજકોટ શહેરમાં પણ ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાયો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.