આજે 27 જુલાઈ 2021 ના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ખાતે આવેલ તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં ફતેપુરા તાલુકાના નવનિયુક્ત તાલુકા વિકાસ અધિકારી જગતસિંહ ઠાકોર નો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો
ગાંધીનગર જિલ્લા પંચાયતમાં વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા જગતસિંહ ઠાકોરને બઢતી સાથે બદલી કરીને ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે
જેઓનું આજરોજ ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના સ્ટાફ તથા હોદ્દેદારો દ્વારા પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું