અમદાવાદ ગ્રામીણ ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યાં છે. ગુજરાત સરકારે ખારીકટ અને ફતેવાડી કેનાલમાં પાણી છોડવાનો નિર્ણય લીધો છે. પાણીના અભાવે ડાંગરની ખેતી અસર થઈ રહી હતી.
ખેડૂતોએ આ કેનાલોના પાણી છોડવા ગાંધીનગર લોકસભાના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ રજુઆત કરવામાં આવી હતી. સરકારે આ કેનાલોમાં પાણી છોડવના નિર્ણયથી સાણંદ, ધોળકા અને ધંધુકાના ખેડૂતોને લાભ થશે.