ગાંધીનગર રાજ્ય સરકારે ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કિસાન સૂર્યોદય યોજનામાં રાજ્યના 31 જિલ્લાના વધુ 1520 ગામોને આવરી લેવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 3500 ગામડાના ખેડુતોને આ યોજનાનો લાભ લઈ રહ્યા છે.
કિસાન સૂર્યોદય યોજનામાં 1520 વધુ ગામ ઉમેરાયા છે. કચ્છમાં 5 ઓગસ્ટે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે, ત્યારે 231 સ્થળો પરથી ખેડૂતો વર્ચ્યુઅલ રીતે જોડાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે ખેડૂતોને પાક વાવેતર માટે પૂરતા પ્રમાણમાં વીજળી મળી રહે એ માટે, કિસાન સૂર્યોદય યોજનાઆ યોજના શરૂ કરી હતી. રાજ્ય સરકાર આ યોજનામાં રૂ.35000 કરોડના ખર્ચે નવી ટ્રાન્સમિશન લાઇન અને સબ સ્ટેશન સ્થાપિત કરશે.
ખેડૂતોને ત્રણમાંથી એક પાળીમાં ખેતી માટે વીજળી મળે છે. કિસાન સૂર્યોદય યોજના ખેડૂતોને અઠવાડિયાના બધા દિવસ દરમ્યાન ખેતી માટે વીજળીની સુવિધા મળશે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા વર્ષ 2022 ના અંત સુધીમાં રાજ્યના તમામ ગામોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે.