Sun. Sep 8th, 2024

ગુજરાત ATSએ 175 કરોડના ડ્રગ્સ કેસમાં કાસમ સુમરાને દિલ્હી એરપોર્ટ પરથી દબોચ્યો, 2020માં કચ્છના જખૌમાંથી ઝડપાયું હતું ડ્રગ્સ

ગુજરાત ATSએ નાર્કોટિક્સના કેસમાં ફરાર આરોપી સાહિદ કાસમ સુમરાને દુબઈથી આવતાની સાથે જ દિલ્હી એરપોર્ટથી ઝડપી પાડ્યો છે. કચ્છનાં દરિયામાંથી ઝડપાયેલા 175 કરોડનાં હેરોઈનના કેસમાં ગુજરાત ATSએ આ કેસના મુખ્ય આરોપી સાહિદ કાસમ સુમરાને ઝડપી પડ્યો છે.

ગત જાન્યુઆરી મહિનામાં ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડે મધદરિયે આ ઓપરેશન પાર પાડ્યું હતું. આમાં આ પહેલા પાંચ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ પણ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલ સાહિદ કાસમ સુમરો પાકિસ્તાનથી ભારતનાં વિવિધ વિસ્તારોમાં ડ્રગ્સ ગેરકાયદેસર ઘુસાડવું કામ કરતો હતો.

આરોપી મુખ્ય કચ્છનો જ રહેવાસી છે. ગુજરાત ATSને બાતમી મળી હતી કે, સાહિદ સુમરા દુબઈથી દિલ્હી આવવાનો છે. જેથી ગુજરાત ATSની એક ટીમે તેને દિલ્હી એરપોર્ટ પરથી પકડી પાડ્યો હતો. સાહિદે પોતાની ઓળખ સામે ન આવે તે માટે તેનો લૂક બદલી નાંખ્યો હતો.

નોંધનીય છે કે, ATSની માહિતીના આધારે કોસ્ટગાર્ડ, ATS તેમજ SOGની ટીમે જખૌના દરિયામાં પાકિસ્તાની બોટમાંથી 35 જેટલાં ડ્રગ્સના પેકેટ ઝડપી પાડ્યાં હતા. જાન્યુઆરી 2020માં પાર પડેલા ઓપરેશનમાં જખૌથી 50 કિમી દૂર મધદરિયે પાકિસ્તાની બોટમાંથી 175 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું. આ માછીમારી બોટમાં 5 પાકિસ્તાની માછીમારો હતા.

આ લોકો ડ્રગ્સનાં 35 જેટલા પેકેટને જખૌનાં એક રિસિવરને આપવાનાં હતાં. ત્યારબાદ તે રિસીવર ડ્રગ્સને દિલ્હી એરપોર્ટથી અફઘાનનાં એક વ્યક્તિ દ્વારા આ ડ્રગની જ્યાં માંગ છે ત્યાં રશિયા અને નેધરલેન્ડ પહોંચાડવાનું હતું. આ ડ્રગ કન્સાઈન્ટમેન્ટનો મુખ્ય કમાન્ડર પાકિસ્તાનનો હુસૈન બલૌચી અને સાહીદ કાસમ હોવાનું તપાસમાં ખુલ્યું હતું.

હુસૈન બુલેચીએ ડિસેમ્બર મહિનામાં પણ આ ડ્રગ્સ મોકલ્યું હતું. પરંતુ જખૌથી તેને લેવા માટે કોઈ રિસીવર આવ્યો ન હતો. જેના કારણે તે પાછું ગયું હતું. જે બાદ તેને પાકિસ્તાની ક્રિકમાં છુપાવવામાં આવ્યું હતું.

ફરીથી અફધાનનાં વ્યક્તિ સાથે સંપર્ક કરીને આ રૂટ નક્કી કરવામાં આવ્યો હતો. જેમાં ફરથી આ ડ્રગ્સને જખૌ લાવવાનું હતું. અહીંથી જખૌનો એક માછીમાર તેને રિસીવ કરવાનો હતો. આ ડ્રગનાં રિસીવરને આ કામ માટે 50થી 70 લાખ રૂપિયા મળવાનાં હતાં.

જખૌનો આ રિસીવર ડ્રગ્સ લઈને દિલ્હીનાં અફઘાન વ્યક્તિને આપવાનું હતું. આ આખું ષડયંત્ર પાર પડે તે પહેલા ગુજરાત ATSએ ઓપરેશન પાર પાડ્યું હતું. આ કેસમાં સંડોવાયેલા સાહિદ કાસમ સુમરાને ગુજરાત ATSએ દિલ્હી એરપોર્ટ ઉપરથી ઝડપી લેવામાં આવ્યો છે.

Related Post

Verified by MonsterInsights