જુનાગઢ : પ્રસિદ્ધ ગીરનાર પર્વત પર ગીરનાર રોપવે છેલ્લા 3 દિવસથી બંધ છે અને આજે ચોથો દિવસ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગીરનાર પર્વત પર ભારે પવનને કારણે ગીરનાર રોપવે બંધ કરવામાં આવ્યો છે.
ગીરનાર પર્વત પર પવનની ગતિ ધીમી થયા બાદ રોપવે ફરીથી સહ્રું કરવામાં આવશે. ગીરનાર રોપવે બંધ હોવાથી પ્રવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે. ચોમાસાની ઋતુને કારણે ગીરનાર પર્વતની લીલોતરી અને સુંદરતા લોકોને આકર્ષી રહી છે, પણ રોપવે બંધ હોવાથી પ્રવાસીઓ આ આનંદ માણી શકતા નથી.