Fri. Nov 22nd, 2024

DAHOD-ફતેપુરા તાલુકા કન્યા શાળા ખાતે જ્ઞાનશક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી.જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ ત્રણ ક્લાસરૂમ નું ઉદઘાટન કરવામાં આવ્યું.

આજે તારીખ ૧લી ઓગસ્ટ 2021 અને રવિવારના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે આવેલ કાળીયા વલુંડા ગામે તાલુકા કન્યા શાળામાં જ્ઞાન શક્તિ દિનની ઉજવણી કરવામાં આવી
પાંચ વર્ષ આપણી સરકારના સૌના સાથ સૌના વિકાસના સૂત્ર સાથે જ્ઞાન શક્તિ દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં તાલુકાના વિવિધ મહાનુભાવોએ પધારીને સ્વાગત પ્રવચન આપીને દીપ પ્રાગટ્ય કરીને જ્ઞાન શક્તિ દિનની ઉજવણીની શરૂઆત કરવામા આવી હતી

ત્યારબાદ મહાત્મા મંદિર ખાતેના રાજ્યકક્ષાના મુખ્ય કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવા માં આવ્યું હતું ત્યારબાદ
જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ શાળાના ઓરડાઓ નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જ્ઞાન કુંજ પ્રોજેક્ટ હેઠળ સ્માર્ટ બોર્ડ લેપટોપ તેમજ પ્રોજેક્ટરો સહિતના વર્ગખંડોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યા હતુ

આ જ્ઞાન શક્તિ દિનની ઉજવણીમાં ફતેપુરા તાલુકા પંચાયતના તાલુકા સભ્ય કાંતિભાઈ પરમાર તેમજ કાળીયા વલુન્ડા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ ફારૂક ગુડાળા, ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ના ફતેપુરા તાલુકાના સંયોજક પ્રવીણભાઈ બરજોડ,તાલુકા કન્યા શાળાના આચાર્ય દિનેશભાઈ પટેલ તેમજ તાલુકા કન્યા શાળાનો સંપૂર્ણ સ્ટાફ તેમજ શાળા વ્યવસ્થાપક કમિટીના તમામ સભ્યો તથા શાળામાં ભણતા બાળકોના વાલીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

Related Post

Verified by MonsterInsights