આજે તારીખ 2 ઓગસ્ટ 2021 ના રોજ ફતેપુરા તાલુકાના પીપલારા ગામે આવેલ નિષ્કલંક મંદિર માં ગુજરાત ના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી નાં જન્મદિવસ નીમીતે ગુજરાત રાજ્ય યુવક બોર્ડ તરફથી સત્યનારાયણ ભગવાન ની કથા અને મંગલ આરતી રાખવામા આવી તેમજ મુખ્ય મંત્રી ના 65 જન્મદિવસ નિમિતે 65 વ્યક્તિ ના પ્રધાનમંત્રી જીવન વીમા ઉતારવા માં આવ્યા.
આ પ્રસંગે દાહોદ જિલ્લા સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ ના સહ વાલી અને દાહોદ જિલ્લા ભાજપ ના બક્ષીપંચ મોરચા ના જિલ્લા ઉપપ્રમુખ પંકજ ભાઇ પંચાલ,ફતેપુરા ખેતીવાડી ઉત્પન્નબજાર સમીતી ના ચેરમેન ડૉ.અશ્વિનભાઇ પારગી,ફતેપુરા સરપંચ કચરુભાઇ પ્રજાપતિ અને ફતેપુરા મંડલ ના સંયોજક સહ સંયોજક તેમજ એકલ વિધયાલય ના શિક્ષક મિત્રો તથા ભજન મંડલ ના સભયો હાજર રહયા હતા.