ગાંધીનગર : પ્રદેશ ભાજપના નવનિયુક્ત સંગઠન મહામંત્રી રત્નાકર ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને નવા સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરે ચાર્જ સંભાળી લીધો છે. પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિત અગ્રણીઓની હાજરીમાં રત્નાકરે સંગઠન મહામંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો.
મહત્વનું છે કે ભીખુભાઈ દલસાણિયાના સ્થાને રત્નાકરની નિમણૂક કરાઈ છે. 10 વર્ષથી ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી તરીકે રહેલા ભીખુ દલસાણીયાની જગ્યાએ તેમની નિમણૂંક થઈ છે. અગાઉ રત્નાકર ઉત્તરપ્રદેશ અને બિહાર સંગઠનમાં પણ કામ કરી ચૂક્યા છે.