ગુજરાતમાં ભાજપ સરકારને પાંચ વર્ષ પુરા થવાથી વિવિધ દિવસોની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે બીજી બાજુ કોગ્રેસ દ્વારા આ ઉજવણીનો વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે.
ડાંગમાં કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ પદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં કોંગ્રેસ અગ્રણી અને ભાજપના નેતા પરેશ ધાનાણી જોડાયા હતા.
આ પ્રદર્શનમાં કોરોના નિયમોનો ભંગ થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા પરેશ ધાનાણીની અટકાયત કરતા કાર્યકરોએ સરકાર વિરુધ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારની પાંચ વર્ષની ઉજવણી સામે સરકારની નિષ્ફળતા બતાવવા માટે કોંગ્રેસ દ્વારા વિવિધ શહેરોમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે. આપને જણાવવું રહ્યું કે, હાલ પોલીસ દ્વારા પરેશ ધાનાણી સહિત કોંગ્રેસ નેતાઓની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી છે.