દિલ્હી : દિલ્લીમાં વિપક્ષી એકતાના પ્રયાસ વચ્ચે શરદ પવારે અમિત શાહ સાથે મુલાકાત કરી છે. તેમની આ મહત્વની મુલાકાત ચોમાસુ સત્ર દરમિયાન થઈ છે. આ બેઠકમાં મહારાષ્ટ્રમાં પૂર અને કોરોનાની સ્થિતિ અંગે પણ બંને નેતા વચ્ચે ચર્ચા થાય તેવી સંભાવના છે.
વિપક્ષી એકતા માટે સતત પ્રયાસો
આ બેઠક શરદ પવાર અને અમિત શાહની તે દિવસે થઈ રહી છે, જ્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે સવારે જ વિપક્ષી પાર્ટીને સંબોધિત કરી હતી. રાહુલ ગાંધી પેગાસસ જાસૂસીના મુદ્દે વિપક્ષોને એક કરવા અને સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. વિપક્ષની બેઠક પૂર્ણ થયા પછી વિપક્ષી પાર્ટીઓ સંસદ સુધી સાઈકલ માર્ચ કાઢી હતી.
આ પહેલા શરદ પવારે પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને લગભગ એક કલાક સુધી આ બેઠક ચાલી હતી. ત્યારે ચોમાસુ સત્ર દરમિયાન આજે અમિતશાહ સાથેની બેઠક પર સૌ કોઈની નજર મંડરાયેલી છે.