Wed. Jan 15th, 2025

દ્વારકા / વડત્રા ગામે ખેડૂતો વીજપુરવઠાથી વ્યથિત, PGVCL કચેરી ખાતે ખેડૂતોનો વિરોધ

દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતોને વીજળી ન મળતાં PGVCL કચેરી ખાતે ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો હતો. ખંભાળિયા તાલુકાના વડત્રા ગામે ખેડૂતોને વીજપુરવઠો દિવસ દરમિયાન માત્ર 4 કલાક જ મળતો હોવાથી ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે.


જેને પગલે PGVCL ની પેટા વિભાગીય કચેરી ખાતે ખેડૂતોએ ઘેરાવ કરી અધિકારીઓને ફરીયાદ નોંધાવી હતી. જેને લઈ PGVCL ના અધિકારીઓ દ્વારા તાત્કાલિક અસરથી કાર્ય પૂર્ણ કરી પૂરતી વીજળી આપવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવતા ખેડૂતો પરત ફર્યા હતા. હવે જોવું રહ્યું કે ખેડૂતોની માગ કયારે સંતોષાશે.

Related Post

Verified by MonsterInsights