Mon. Dec 23rd, 2024

ખુશ ખબર / નર્મદાના નીરથી ભરાશે બોર તળાવ, ભાવનગરની પીવાની પાણી સમસ્યા દૂર થઈ

ગુજરાતના ભાવનગરમાં પીવાના પાણીનો પ્રશ્ન મહદઅંશે હલ થશે. જેમાં હવે નર્મદાના નીરને બોરતળાવ માં ઠાલવવાની યોજના અમલમાં મુકવામાં આવી છે. જેના પગલે ભાવનગરમાં પીવાના પાણીનો પ્રશ્ન હવે ભૂતકાળ બની જશે. જેમાં 146 કરોડના ખર્ચે સૌની યોજના અંતર્ગત પાઇપ લાઇનના માધ્યમથી નર્મદાના નીર લાવવામાં આવ્યા છે.


ભાવનગર શહેરના 10 લાખ લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં બોર તળાવ મહત્વનો જળ સ્ત્રોત છે. તેમજ બે વર્ષ અગાઉ 53 કિલોમીટર લાંબી લાઇનનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જેનું આજે ઇ લોકાર્પણ સીએમ રૂપાણી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું.

Related Post

Verified by MonsterInsights