અમદાવાદ : ઈન્કમટેક્સ વિભાગની જૂન મહિનામાં શરૂ થયેલી નવી વેબસાઈટથી કરદાતાઓની મુશ્કેલીમાં વધારો થયો છે.આ નવી વેબસાઈટમાં જુદા-જુદા પ્રકારની 40 મુશ્કેલીઓ સામે આવી છે.
CA એસોસિએશન બે મહિનાથી મુશ્કેલી ભોગવી રહ્યું છે. આ નવી વેબસાઈટ પર અરજદારોને રિટર્ન ભરવામાં પરેશાની થઈ રહી છે. તો વિવિધ ફોર્મ અપલોડ કરવામાં અને અપીલમાં પણ હાલાકી થઈ રહી છે.
IT રિટર્ન ફાઈલ કરવામાં વિલંબ થતા વેપારીઓને લોન મેળવવામાં કે વિદ્યાર્થીઓને વિદેશ જવામાં મુશ્કેલી ભોગવવી પડી રહી છે. CA એસોસિએશને CBDT અને કેન્દ્ર સરકારને રજૂઆત કરી પોર્ટલની ખામીઓ ઝડપથી દૂર કરવાની માગણી કરી છે.