ગુજરાતમાં પ્રથમ વરસાદ બાદ છેલ્લા લાંબા સમયથી લોકો વરસાદ ની રાહ જોઇ રહ્યા છે. આ દરમ્યાન શુક્રવારે સૌરાષ્ટ્રના ગીર -સોમનાથમાં લાંબા સમય બાદ વરસાદ પડ્યો છે.
જેમાં વેરાવળ અને તેના આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસતા લોકોમાં અને ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે. તેમજ વરસાદ વરસતા ખેડૂતોના ઊભા પાકને પણ જીવતદાન મળશે.