*અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી*
અંબાજી પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં છેલ્લા ૭ વર્ષ થી નાસતો ફરતો આરોપી કાના ભૂરાને ઝડપી પાડતી અંબાજી પોલીસ IGP સાહેબ જે.આર. મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તરફથી નાસતા ફરતા આરોપીઓ પકડવા સારું આપેલ સૂચના અંતર્ગત પોલીસ અધિક્ષક તરુણકુમાર દુગ્ગલ સાહેબ પાલનપુર બનાસકાંઠાના માર્ગદર્શન આધાર ડી.વાય.એસ.પી. આર. કે. પટેલ સાહેબ પાલનપુર ડીવીઝનના સુપર વિઝન હેઠળ પો.ઈન્સ જે.બી.આચાર્ય અંબાજી પોલીસ સ્ટેશન નાઓની સુચના મુજબ બાબુલાલ મણીલાલ અ.હેડ.કોન્સ અંબાજી પોલીસ સ્ટેશન નાઓની ટીમ દ્વારા નાસતા ફરતા આરોપીઓ પકડવા સારું પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ જેમાં અંબાજી પોલીસ સ્ટાફના PC સુરેશભાઈ ગોદડભાઈ, PC મગશીભાઈ કલ્યાણભાઈ, PC પ્રવિણભાઈ બાબુલાલ, PC ભરતભાઈ ગોરધનભાઈ દ્રારા અંબાજી પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં- ૬૦/૨૦૧૪ ઈ.પી.કો. કલમ ૩૦૨, ૫૦૪ મુજબના ગુનામાં ૭ વર્ષ થી નાસતા ફરતો આરોપી કાંનાભાઈ ભુરાભાઈ જાતે.ડુંગાઈચા ઉ.વ.૪૫ ધંધો.ખેતીકામ રહે. વિરમવેરી હોળીફળી તા.દાંતા જી.બનાસકાંઠાવાળાને આજરોજ ખાનગી બાતમી હકીકત આધારે ઝડપી લઈ તેના સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.