અહેવલ:- રિતિક સરગરા,અંબાજી
ગૂજરાત રાજ્સ્થાન ની સરહદ પર આવેલ આબુરોડ જ્યારે આબુરોડ ખાતે વિવિધ સંગઠનો દ્વારા વિવિધ કાર્યક્રમો કરાતા હોય છે ત્યારે આજ રોજ શનિવાર ના વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા અખંડ ભારત સંકલ્પ દિવસ ની ઉજવણી કરાઇ હતી મોટી સંખ્યામાં હિન્દુ સમાજ ના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ માં મુખ્ય પ્રવક્તા વિશ્વ હિન્દુ પરિષદના સહ મંત્રી લક્ષમણ રાવલ રહ્યા હતા અને હિન્દુ યુવાઓ ને માર્ગદર્શન આપ્યું હતું જ્યારે આજે આબુરોડ ના આકરાભટ્ટા અંબે માતા ના મંદિર માં ભારત માતા પુજન કરાયું હતું અને કાર્યક્રમ કરવા માં આવ્યો હતો જ્યારે લુનીયાપુર ખાતે પણ ભારત માતા પુજન કાર્યક્ર્મ નું આયોજન કરવા માં આવ્યું હતું દર વર્ષ ની જેમ આ વર્ષે પણ અખંડ ભારત સંકલ્પ દિવસ આબુરોડ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા મનાવવામાં આવ્યો હતો હિન્દુ યુવાઓ એ ખંડિત ભારત ને અખંડ ભારત બનાવવા ના સંકલ્પ સાથે વંદે માતરમ્ જય શ્રી રામ ના નારા સાથે કાર્યક્રમ નું સમાપન કરાયુ હતું જ્યારે આ કાર્યક્ર્મ માં વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ હરેદ્રસિંહ , ખંડ પ્રચારક જીતેન્દ્ર ભાઈ , દેવરાજસિહ, ગોવિંદ માલવિયા, પ્રકાશ બંજારા, બંટી સૈની સહિત યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ નું આયોજન કરાયું હતું