આજે તારીખ ૧૫મી ઓગસ્ટના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે આવેલ જાગૃતિ કન્યા વિદ્યાલય માં ૭૫માં સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી.
જેમા ફતેપુરા નગરના વકીલ અને પત્રકાર શબ્બીરભાઈ સુનેલવાલા ના હસ્તે ધ્વજારોહણ કરીને ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. ધ્વજ વંદન કર્યા બાદ શબ્બીરભાઈ એ પ્રસંગને અનુરૂપ સંબોધન કર્યું હતું
ત્યારબાદ શાળાના નિવૃત્ત શિક્ષક ખેમાભાઈ નાથુભાઈ મછાર ને સન્માનપત્ર આપી શાલ ઓઢાડી શ્રીફળ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ શાળાઓની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા
આ પ્રસંગે જાગૃતિ કન્યા વિદ્યાલય ના તમામ શિક્ષક મિત્રો તેમજ શિક્ષિકા બહેનો સહિત નિવૃત્ત આચાર્ય તેમજ શાળાની બાલિકાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા