Wed. Jan 15th, 2025

અમદાવાદઃ એરપોર્ટ સર્કલ પાસે આવેલી માર્વેલ્સ ઈન હોટલમાં કુટણખાનું ઝડપાયું,પોલીસે ગ્રાહક બની ગોઠવી હતી ટ્રેપ

અમદાવાદમાં એરપોર્ટ પાસે આવેલી એક વૈભવી હોટલમાંથી પણ એરપોર્ટ પોલીસે સેકસ રેકેટ પકડી પાડ્યું છે. પોલીસે બે દલાલોને સકંજામાં લીધા છે. બન્ને દલાલો ફોનમાં યુવતીઓના ફોટા બતાવી ગ્રાહકને બોલાવતા હતા.

એરપોર્ટ સર્કલ પાસે આવેલી માર્વેલ ઇન હોટલમાં સેક્સ રેકેટ ચાલતું હોવાની બાતમી મળતા પોલીસે રેડ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે અહીં ગ્રાહકોને બોલાવી ફોનમાં યુવતીના ફોટો બતાવવામાં આવતા, સેક્સ માટે ભાવતાલ નક્કી કરવામાં આવતા અને બાદમાં રૂમમાં ગ્રાહકોને મોકલવાની સર્વિસ આપવામાં આવતી હતી. આ હોટલની આજુબાજુ રહેતા બે દલાલો ગ્રાહકને શોધી તેઓને લાલચ આપીને આ હોટલ સુધી લઈ આવતા હતા.

એરપોર્ટ પોલીસે ડમી ગ્રાહક મોકલીને હોટેલ માર્વેલ ઇનમાં રેડ કરી હતી. આ હોટલમાં યુવતીઓને મોકલનારી તાનીયા નામની મહિલા કમિશન લેતી હતી. તાનિયા પણ એરપોર્ટ સર્કલની નજીક જ રહે છે અને તે પણ કેટલાક ગ્રાહકને આ હોટલમાં મોકલી આપતી હતી. પોલીસને આ મામલે બાતમી મળી હતી. જેથી પોલીસે આ આરોપીની ગેરકાયદે પ્રવૃત્તિને અટકાવવા માટે ટ્રેપ ગોઠવી હતી.

પોલીસ વેશપલટો કરાવી ડમી ગ્રાહક મોકલી બે દલાલ પાસે પહોંચ્યા હતા. આ દલાલો પોલીસને ગ્રાહક સમજીને હોટલમાં લઇ ગયા અને મેનેજર સાથે તેની મુલાકાત કરાવી હતી. ત્યારબાદ નકલી ગ્રાહક બનેલી વ્યક્તિને મેનેજરે યુવતીની તસવીરો બતાવી હતી. ત્યારબાદ તેઓએ તેની કિંમત પણ કીધી હતી. પોલીસે આખરે તેમની ઓળખ આપી ત્યારે તેઓ રંગેહાથ ઝડપાઇ ગયા હતા.

પોલીસે હોટલના રૂમ ચેક કર્યા તો તેમાં તે જ યુવતીઓ મળી આવી હતી જે ફોટોમાં બતાવી હતી. જેથી પોલીસે ટ્રેપ ગોઠવીને તમામ આરોપીની અટકાયત કરી હતી. ગ્રાહકને હોટલ સુધી લાવવા માટે આ દલાલોને 300 રૂપિયા જેટલું કમિશન મળતું હતું. પોલીસ હોટલના માલિકની પણ પૂછપરછ કરી રહી છે.

Related Post

Verified by MonsterInsights