રાજકોટ : ચોમાસુ ખેંચાતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે. રાજ્યભરના ખેડૂતો વાવેલા પાક પર અમીવર્ષા નહીં થતાં ચિંતામાં મુકાયા છે.
આ બધાની વચ્ચે રાજકોટ જિલ્લાના જેતપુર પંથકના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. ખેતી માટે છાપરવાડી-2 ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે, જેને લઈને રાજકોટ ગ્રામીણ ખેડૂતોમાં જીવમાં જીવ આવ્યો છે.
આપણે જણાવી દઈએ કે, હાલ 20.33 MCFT પાણીનો જથ્થો હાલ ડેમમાં ઉપલબ્ધ છે. જે સિંચાઇ માટે સંપૂર્ણ જથ્થો છોડી દેવામાં આવ્યો છે. પરંતુ ખેડૂતોના પાકને જીવનદાન મળતા રાહતનો શ્વાસ લીધો હતો. મેવાસા જાંબુડી,પ્રેમગઢ,સહિતના 8 ગામના ખેડૂતોને સિંચાઇનો લાભ મળશે અને પોતાના પાકને બચાવી શકશે.