Fri. Oct 18th, 2024

પાવાગઢ માતાજીના દર્શને તો ઘણા ભક્તો ગયા હશે પણ મોટાભાગના લોકોને આ એક વસ્તુની નહિ ખબર હોય જે ખુબ જ મહત્વની છે.

દેશમાં ઘણા બધા પ્રાચીન મંદિરો આવેલા છે, બધા મંદિરોમાં જુદા જુદા ભગવાનની મૂર્તિઓ બિરાજમાન કરવામાં આવે છે, અને અમુક મંદિરોમાં તો ચમત્કાર પણ થતા હોય છે. આથી બધા જ મંદિરોમાં દર્શનાર્થીઓ ભગવાન ના દર્શને આવતા હોય છે. તેવું જ આ મંદિર ગુજરાતના પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં પાવાગઢ ના ડુંગરા પર માતા મહાકાળીનું મંદિર આવેલું છે.

મહાકાળી માતાના દર્શન કરવા માટે ભક્તો પગપાળા આવતા હોય છે અને જે લોકો પગપાળા ના જઈ શકે તેમના માટે આ મંદિર તરફથી રોપ વે ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે એટલે શ્રદ્ધારુઓ મહાકાળી માતાના દર્શન કરવા માટે જઈ શકે. આથી મહાકાળી માતા બધા ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોય છે.

પાવાગઢના ડુંગરા પર અલગ અલગ સાત પ્રકારના જિનાલયો આવેલા છે. તેમાંથી એક જિનાલય પવિત્ર ગણવામાં આવે છે આથી આ મંદિરમાં જે ભક્તો માતાજીના દર્શને આવે છે તે બધા ભક્તો જિનાલયના પણ દર્શન કરતા હોય છે.

અને આ મહાકાળી માતાના મંદિરમાં શક્તિપીઠની સ્થાપના કરવામાં આવી છે. આથી આજે પણ પાવાગઢના ડુંગરા પર ચારે બાજુથી પવનો આવે છે તેથી પ્રાચીન સમયમાં આ સ્થાનને પવનગઢ તરીકે ઓળખાતું હતું.

આ મંદિરના ઇતિહાસ વિષે કહેવામાં આવે તો હજારો વર્ષ સુધી વિશ્વામિત્રી એ તપ કર્યું હતું અને તેમની તપસ્યાથી માતાજી અહીં પ્રસન્ન થયા પછી માતાજી જાતે જ અહીં બિરાજમાન થયા હતા. આથી આ મંદિરમાં મહાકાળી માતાના દર્શને આવતા બધા ભક્તોના દુઃખો દૂર કરીને માતાજી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ભરતા હોય છે.

Related Post

Verified by MonsterInsights