ગુજરાતમાં સતત વરસાદ વચ્ચે નદીઓ અને ડેમોમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. ત્યારે સોમનાથની સરસ્વતી નદી પર ગીર બે કાંઠે વહે છે. જોકે, આ નદીના ધસમસતા પ્રવાહને કારણે કેટલાક યુવાનો પોતાના જીવના જોખમે છલાંગ મારતા જોવા મળે છે. જોકે, નદીમાં પાણી આવતા લોકોમાં ઉત્સાહનો વાતાવરણ છે. તેમજ આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
આ ઉપરાંત ગીરસોમનાથ, જીવાદોરી સમો હિરણ ડેમ -2 ની છલકાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. તેમજ આસપાસના ખેડૂતોએ નવા નીર મા ચૂંદડી શ્રીફળનું પધરાવી. તેઓએ જય સોમનાથના નાદ સાથે નવનીરની પૂજા કરી હતી.
ગી ની જીવાદોરી સમા હીરણ ડેમ પર મેઘરાજા એ મહેરથી બે દિવસમાં ગીરના જંગલમાં મુશળધાર વરસાદને કારણે થોડા દિવસો પહેલા દેખાયેલા હીરણડેમ તળિયું છલકાઈ ગયું છે. ડેમની કુલ સપાટી 444 ફૂટ છે. 443 ફૂટ હાલ પાણી ભરાયું છે.
જેની આજુબાજુ ગામના ખેડૂતો હીરણડેમ પહોંચ્યા અને નવા નીરની પૂજા કરી. તેઓએ તેમાં ચુંદડી અને શ્રીફળ પધરાવી, જય સોમનાથના નાદ સાથે બધી મીઠાઈઓ ખવડાવી અને નવા નીર ને વધાવ્યા. હવે ગમે ત્યારે એક ફૂટ બાદ ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવા નીતંત્ર ને ફરજ પડશે.