Sun. Sep 8th, 2024

CM ભૂપેન્દ્ર પટેલનો રમૂજી અંદાજ,બોલ્યા- અહીં વિકાસ બરાબર કરજો, આ મારી સાસરી છે…

મહેસાણામાં આજે મુખ્યમંત્રીએ અધિકારીઓને મોજીલા અંદાજમાં ટકોર કરી હતી. સાલડી ગામમાં સન્માન સમારોહમાં તેમણે કહ્યું, અહીં વિકાસ સારો કરજો આ ગામ મારું સાસરું છે. ગઈકાલે એક કાર્યક્રમમાં તમે લાફા નહીં મારો તેવી વાત કરી હતી ત્યારે આજે વધુ એક નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા છે.

સંબોધન દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું કે વિકાસ બરાબર કરજો આ મારી સાસરી છે. આ સાથે મુખ્યમંત્રીએ જણાવ્યું કે જે વ્યક્તિ ધર્મના માર્ગે ચાલે છે જે આગળ સુધી જાય છે. તેને કોઈ મુશ્કેલી નથી આવતી. કરોડપતિ હોય પણ રૂપિયો ન છૂટે તો શું કામનું તેવી વાત પણ તેમણે કરી હતી. તો આ સાથે જ એમપણ જણાવ્યું હતું કે, પાચીયુંય છૂટે નહીં એવા માટે મને થાય કે પૈસા ભેગા કરીને કરશે શું?

ઓક્સિજન પ્લાન્ટના લોકોર્પણ સમયે સીએમ ભૂપેન્દ્ર પટેલે રમુજ કર્યો હતો. અને કહ્યું હતું કે અમારૂ મંત્રી મંડળ નવું છે. એટલે નવા નવા આવ્યા હોય એટલે બધાને ઉત્સાહ પણ હોય. મને વિશ્વાસ છે કે તમે લાફા મારવાની જગ્યાએ શીખવાડશો.

Related Post

Verified by MonsterInsights