ઉત્તરપ્રદેશના સંભલમાં કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ જયશ્રીરામના નારાને લઈને વિવાદીત નિવેદન આપ્યું છે. જેના કારણે તેઓ સોશિયલ મીડિયા પર હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ભાજપના ઘણા નેતાઓ દ્વારા 10 સેકેન્ડનો વીડિયો શેર કરીને રાશિદ અલ્વી પર હિંન્દૂ વિરોધી નારા લગાવાનો આરોપ લગાવામાં આવ્યો છે. બીજી તરફ રાશિદ અલ્વીએ આ આરોપોને નકારી દીધા છે.
એક કાર્યક્રમમાં કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ કહ્યું હતું કે જય શ્રી રામ બોવવા વાળા બધા લોકો સંત નથી રાક્ષસ છે. આ નિવેદન પહેલા તેમણે રામાયણના એક પ્રસંગનો ઉલ્લેખ કર્યો હતો. જેમા સંજવની બૂટી લેવા હનુમાનજી હિમાચલ જઈ રહ્યા હતા. તે સમયે એક રાક્ષસે સંતના વેશમાં તેમને રોકીને માયાજાળ રચ્યું હતો. જેને લઈને તેમણે આ નિવદેન આપ્યું હતું.
ભાજપ નેતા પ્રશાંત ઉમરાવ સહિત ઘણા લોકોએ કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીનો આ 10 સેકન્ડનો વીડિયો શેર કર્યો છે. જે વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર તેમણે પોસ્ટ કરી છે. જેમા તેઓ કહી રહ્યા છે કે ભારતમાં રામરાજ્ય હોવું જોઈએ સાથેજ તેમણે કહ્યું રામરાજ્યમાં નફરતને કોઈ સ્થાન નથી જેથી નફરત હોવીજ ન જોઈએ.