Fri. Oct 18th, 2024

Happy Birthday Priyanka Chopra

પ્રિયંકા ચોપરા બોલિવૂડ ઉપરાંત હવે હોલીવુડની પણ અભિનેત્રી પણ છે. આ ઉપરાંત તે સિંગર અને ફિલ્મ પ્રોડ્યુસર પણ છે. ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ચોપરા 2015થી હોલીવુડની ફિલ્મોમાં જોવા મળી રહી છે. વર્ષ 2000માં પ્રિયંકા ચોપરાએ મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. જેના પછી તેણે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. પ્રિયંકા ચોપરાને વર્ષ 2016માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવી હતી. આ સિવાય ટાઈમ મેગેઝિન દ્વારા તેને વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન આપવામાં આવ્યું હતું.  ફોર્બ્સ દ્વારા પણ તેને વર્ષ 2017માં વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓમાં પણ સ્થાન આપવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે, વર્ષ 2018માં પ્રિયંકાએ અમેરિકન સિંગર અને એક્ટર નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતા. ડિસેમ્બર 2018માં રાજસ્થાનના જોધપુરના ઉમેદ ભવનમાં હિંદુ અને ખ્રિસ્તી રીતિ-રિવાજ મુજબ લગ્ન થયા હતા. જ્યારે જાન્યુઆરી 2022માં તેઓ સરોગસી દ્વારા પુત્રીના માતા-પિતા બન્યા હતા. અમેરિકન શો ‘ક્વોન્ટિકો’ માટે તેને પીપલ્સ ચોઈસ એવોર્ડ મળ્યો હતો. પ્રિયંકા આ એવોર્ડ મેળવનારી પ્રથમ દક્ષિણ એશિયાની અભિનેત્રી છે.

 

Related Post

Verified by MonsterInsights