પોરબંદરમાં ગુજરાત કોસ્ટ ગાર્ડે પોરબંદરના દરિયા તરફ આવી રહેલી બે ઈરાની બોટને ઝડપી પાડી હતી. કોસ્ટગાર્ડના સમુદ્ર પાવક નામના જહાજે આ સફળ ઓપરેશન પાર પાડ્યુ હતું.
ઉલ્લેખનીય છે કે, આ બોટમાં ડ્રગ્સ હોવાની શક્યતાના પગલે આ તપાસમાં NCB પણ જોડાઈ હતી. અમદાવાદથી NCBની ટીમ તપાસ માટે પોરબંદર પહોંચી હતી. બોટમાં ડ્રગ્સ હોવાની શક્યતાને પગલે 8 ક્રુ મેમ્બરની તપાસ થશે.
નોંધનીય છે કે, શંકાસ્પદ ઈરાની બોટ મળતા કોસ્ટગાર્ડ વધુ એલર્ટ મોડમાં આવી ગયુ અને હાલ બોટમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. જો કે બોટમાં ડ્રગ્સ હોવાની શક્યતાને પણ નકારી ન શકાય તેને જોતા નાર્કોટિક્સ કંટ્રોલ બોર્ડ પણ આ તપાસમાં જોડાયુ હતું.. NCBએ આપેલા ઈનપુટના પગલે આઈ.એમ.બી.એલ નજીક થયું ઓપરેશન પાર પાડવામાં આવ્યુ હતું. આ ઓપરેશન બાદ જહાજમાં NCBનુ ઈરાની જહાજમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું.