Sun. Sep 8th, 2024

રાજ્યમાં શિક્ષકોની ભરતી લાગવગ નહીં લાયકાત થી મેરીટના ધોરણે જ કરવામાં આવે છે : શિક્ષણ મંત્રી ડૉ.કુબેરભાઇ ડિંડોર

  • વર્ષ ૨૦૨૩ માં TET પાસ કરેલ ઉમેદવારો પૈકી ૧૨,૭૧૦ જેટલા ઉમેદવારોની પ્રાથમિક શિક્ષણ વિભાગમાં જ્ઞાન સહાયક તરીકે ભરતી કરાઇ

 

  • રાજ્યમાં વર્ષ ૨૦૨૩ માં TAT પાસ કરેલ ૫,૨૭૭ ઉમેદવારોની માધ્યમિક શિક્ષણ માં અને ૩૦૭૧ ની ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જ્ઞાન સહાયક તરીકે ભરતી કરાઇ

 

  • રાજ્યના માધ્યમિક શિક્ષણમાં ૯૭.૭૬% જગ્યાઓ અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણમાં ૮૪.૧૨% જગ્યાઓ હાલની પરિસ્થિતિએ ભરાયેલ છે

 

શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઇ ડિંડોર એ સ્પષ્ટ પણે જણાવ્યું છે કે, રાજ્યમાં શિક્ષકોની ભરતી લાગવગથી નહીં પરંતુ લાયકાત અને મેરીટના ધોરણે જ કરવામાં આવે છે.

 

વિધાનસભામાં વર્ષ-૨૦૨૩ની સ્થિતિએ TET અને TAT ના પાસ થયેલ ઉમેદવારોની ભરતી સંદર્ભે પૂછાયેલ પ્રશ્નના જવાબમાં મંત્રી શ્રી એ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૩ માં ૧૨,૭૧૦ જેટલા ઉમેદવારોની જ્ઞાન સહાયક તરીકે ભરતી કરવામાં આવી છે.

 

રાજ્યમાં વર્ષ ૨૦૨૩ માં TAT પાસ કરેલ ૫,૨૭૭ ઉમેદવારોની માધ્યમિક શિક્ષણ માં અને ૩૦૭૧ ની ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જ્ઞાન સહાયક તરીકે ભરતી કરાઇ હોવાનું તેમણે ઉમેર્યુ હતુ.

 

હાલ રાજ્યની સરકારી અને બિનસરકારી માધ્યમિક શાળાઓમાં કુલ ૨૫,૮૮૦ અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કુલ ૧૬,૮૯૪ શિક્ષકો ફરજરત છે.

રાજ્યના માધ્યમિક શિક્ષણ વિભાગમાં ૯૭.૭૬% જગ્યાઓ અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ વિભાગમાં ૮૪.૧૨% જગ્યાઓ હાલની પરિસ્થિતિએ ભરાયેલ હોવાનું મંત્રી શ્રી એ ઉમેર્યું હતું.

Related Post

Verified by MonsterInsights