Ahmedabad : હાય રે ઘોર કળિયુગ આવ્યો છે. શ્રાવણ માસમાં જયારે લોકો ઉપવાસ કરતા હોય છે. ત્યારે કેટલાક લેભાગું વેપારીઓ ફરાળી વાનગીઓના ભાવોમાં વધારો કરીને બેઠા છે. જીહાં, શ્રાવણ માસમાં હાલ ફરાળી વાનગીઓના ભાવમાં વધારો થયો છે.
સામગ્રીઓના ભાવમાં વધારો થતાં વિવિધ જેમાં ફરાળી લોટ, ખાદ્ય તેલ તેમજ ફરાળી વાનગીઓમાં ભાવ વધારો નોંધાયો છે.
સામાન્ય દિવસ કરતા શ્રાવણ મહિનામાં ફરાળી વાનગીઓમાં 30 ટકા જેટલો વધારો નોંધવામાં આવ્યો છે, તો ફરાળી વાનગીઓની સાથે ફ્રૂટના ભાવમાં પણ ભાવ વધારો નોંધાયો છે.
સાથે જ ફરાળી ખીચડી 300-350 રૂપિયા પ્રતિ કિલો, બફ વડા 260 -320 રૂપિયા કિલો, મોરૈયો 110-145 રૂપિયા પ્રતિ કિલો વેચાઇ રહ્યો છે. ત્યારે હવે લોકોને ફરાળમાં શું ખાવું તે પ્રશ્ન સતાવી રહ્યો છે.