આજે તારીખ 15 મી ઓગસ્ટ 2021 ના રોજ ફતેપુરા તાલુકા પંચાયત કચેરી ખાતે ૭૫ માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં તાલુકા પંચાયત પ્રમુખ રમીલાબેન પારગી ના હસ્તે ધ્વજારોહણ કરીને ધ્વજ વંદન કરવામાં આવ્યુ હતું
આ પ્રસંગે ફતેપુરા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કે.વી.ચૌધરી દ્વારા પ્રસંગને અનુરૂપ ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ તેમજ ફતેપુરા તાલુકા ભાજપાના પ્રમુખ ઉપપ્રમુખ તેમજ ફતેપુરા સહકારી મંડળીના ચેરમેન તથા આમંત્રિત મહેમાનો અને ફતેપુરા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી તેમજ ફતેપુરા તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો અને તાલુકા પંચાયત કચેરીના તમામ કર્મચારીઓ સહિત ફતેપુરા તાલુકા ભાજપાના વિવિધ કાર્યકરો અને હોદ્દેદારો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા