ન
આજે તારીખ 15 મી ઓગસ્ટ 2021 ના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે આવેલ મામલતદાર કચેરીના પટાંગણમાં 75 માં સ્વતંત્ર દિનની ઉજવણી પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ફતેપુરા પોલીસ મથકના પોલીસ જવાનો ખડે પગે ઉપસ્થિત રહ્યા હતા
આજે સવારે 9:00 વાગે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી પ્રાંત અધિકારી ના હસ્તે ધ્વજારોહણ કરીને ધ્વજ વંદન કરવામાં આવ્યુ હતું.ત્યારબાદ પ્રાંત અધિકારી દ્વારા ઉપસ્થિત જનમેદનીને પ્રસંગને અનુરૂપ સંબોધન કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમમાં ફતેપુરા તાલુકામાં કોરોના કાળ માં શ્રેષ્ઠ સેવા બજાવનાર શિક્ષકોને સન્માન પત્ર આપીને સન્માનવામાં આવ્યા હતા ત્યાર બાદ ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કરીને કાર્યક્રમનું સમાપન કર્યું
આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી કુલદીપ દેસાઇ સહિત મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી,તાલુકા ભાજપા પ્રમુખ,ઉપપ્રમુખ તેમજ સહકારી મંડળીના ચેરમેન ફતેપુરા તાલુકાના રાજકીય નેતાઓ તેમજ ફતેપુરા તાલુકા ભાજપાના વિવિધ કાર્યકરો,હોદ્દેદારો, મામલતદાર કચેરીનો તેમજ તાલુકા પંચાયત કચેરી નો સંપૂર્ણ સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.