ભુજ : ઝોન 5માં કચ્છ વિસ્તાર અનેક નાના-મોટા આંચકાઓ સાથે સમયે સમયે ધ્રૂજતો રહ્યો છે. 2001 ના ભુકંપ પછી શરૂ થયેલા આફ્ટરશોકની સંખ્યા હજારોની સંખ્યાને વટાવી ગઈ છે. ત્યારે આજે કચ્છની ધરા ધ્રૂજી ઉઠી હતી.
ગુજરાતના કચ્છ વિસ્તારમાં સમયાંતરે નાના-મોટા આંચકા અનુભવાય છે. શનિવારે સવારે 1 વાગ્યાને 42 મિનિટે કચ્છના લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળ્યો હતો. ભૂકંપની તીવ્રતા 2.9 નોંધાવામાં આવી . ભુજથી 22 કિમી દૂર કેરા-બળદિયા ભૂકંપનું કેન્દ્ર હોવાનું જાણવા મળ્યું છે. હવામાન વિભાગ દ્વારા અપાયેલી આગાહીની વચ્ચે એક તરફ વરસાદ પડી રહ્યો છે. તે સમયે, વરસાદી માહોલમાં ભૂકંપમાં ધરા ધ્રૂજી રહી છે.