ગાંધીનગર : ગુજરાતમાં તબક્કાવાર કોરોના નિયંત્રણમાં આવી રહ્યો છે. બીજી તરફ, સરકાર રસીકરણના મોરચે પણ ખૂબ ઝડપથી કામ કરી રહી છે. રાજ્યમાં એક જ દિવસમાં સાંજ સુધીમાં 2,49,125 જેટલા લોકોને રસી આપવામાં આવી છે. તો બીજી તરફ કોરોનાથી સાજા થવાના દર પણ સતત વધી રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.36 ટકા પર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાના નવા 96 કેસ નોંધાયા છે. 315 દર્દીઓ સાજા થયા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 8,09,821 દર્દીઓ ગુજરાતમાં કોરોનાને મ્હાત આપી છે.
જો આપણે એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલમાં 3465 એક્ટિવ કેસ છે. જેમાંથી 14 વેન્ટિલેટર પર છે. 3,451 લોકો સ્ટેબલ છે. 8,09,821 લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવી છે. કોરોનામા અત્યાર સુધીમાં 10,054 લોકોના મોત નિપજ્યાં છે. આજે અમદાવાદ કોર્પોરેશનમાં 1, છોટાઉદેપુરમાં 1 અને તાપીમાં 1 દર્દીનું કોરોના કારણે મોત થયું છે.