JAMNAGAR / અધિકારીઓ સામે હાઇકોર્ટની લાલ આંખ, સ્ટેટ હાઇવે પ્રોજેકટ માટે સંપાદિત જમીનનું વળતર ચૂકવવાનો કેસ
Mon. Jan 6th, 2025

JAMNAGAR / અધિકારીઓ સામે હાઇકોર્ટની લાલ આંખ, સ્ટેટ હાઇવે પ્રોજેકટ માટે સંપાદિત જમીનનું વળતર ચૂકવવાનો કેસ

JAMNAGAR : શહેરથી શરૂ થતા સ્ટેટ હાઇવે પ્રોજેક્ટ માટે સંપાદિત જમીનનું વળતર ચૂકવવાના કેસમાં હાઇકોર્ટ લાલ આંખ કરી છે. હાઇકોર્ટે રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના અધિકારીઓનો ઉધડો લેતા સવાલ કર્યો કે વળતર ચૂકવવામાં કેમ આટલો વિલંબ થઇ રહ્યો છે. સાથે જ હાઇકોર્ટે વળતર સ્વરૂપે આપવાની થતી રકમના વ્યાજને લઇને પણ નારાજગી વ્યક્ત કરી.

ત્યારે આગામી સુનાવણીમાં રાજ્યના રોડ અને બિલ્ડિંગ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તથા એડિશનલ ચીફ સેક્રેટરીને હાજર રહેવા ફરમાન કર્યું છે. 2002 ની સાલમાં જામનગરમાં સ્ટેટ હાઇવે માટે લેન્ડ એકવિઝિશન એકટ હેઠળ જમીન સંપાદન કરવામાં આવી હતી જેમાં કલેક્ટર દ્વારા વળતર જાહેર કરવામાં આવ્યું અને એ વળતરની રકમ ઓછી જણાતા અરજદારે સંબંધિત કોર્ટમાં અરજી કરી હતી.

જેમાં સંબંધિત કોર્ટે 2018 માં ચુકાદો આપ્યો અને સરકારને વળતર 15 ટકા વ્યાજ સાથે ચૂકવવા આદેશ કર્યો. હાઇકોર્ટે નોંધ્યું હતું કે, વળતરના નાણાંની ચુકવણીમાં વિલંબ થતાં પ્રજાની મહેનતના ટેક્સના રૂપિયાનો દુર્વ્યય થઈ રહ્યો છે. કોર્ટે વળતરનો આદેશ કર્યો 2018 માં સંબંધિત હોવા છતાંય રકમ ચૂકવવામાં વિલંબ કેમ ? તેવો સવાલ પણ હાઇકોર્ટે કર્યો છે.


આ મામલે 25 ઓગસ્ટના રોજ 11 વાગ્યે અધિકારીઓને કોર્ટ સમક્ષ હાજર રહેવા આદેશ થયો છે. પરંતુ વળતર ન ચુકવવામાં આવતા અરજદારે ગુજરાત હાઇકોર્ટમાં રીટ પિટિશન કરી અને હાઇકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથની ખંડપીઠે આદેશ કર્યો કે અધિકારીઓ કોર્ટમાં હાજર રહે અને ખુલાસો આપે કે વળતરની રકમ ચુકવવામાં આટલો વિલંબ શા માટે થયો.

આજરોજ થયેલી સુનાવણીમાં સરકાર તરફથી હજી સમયની માંગણી કરતા કોર્ટે 25 મી ઓગસ્ટના રોજ રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કે એડિશનલ ચીફ સેક્રેટરીને કોર્ટમાં હાજર રહેવા હુકમ કર્યો છે.

Related Post

Verified by MonsterInsights