જામનગરના રામપર નજીક આવેલા કારખાનામાં અતિદુર્લભ એવો પટીય રેતીયો સાપ જોવા મળ્યો છે. આ સાપનું જામનગરા લાખોટા નેચર ક્લબ દ્વારા રેસક્યું કરીને કુદરતના ખોળે સુરક્ષીત મુક્ત કર્યો હતો. આ સાપનું રામપર ગામ પાસે આવેલા SSPL નામનાં દોરાના વિશાળ કારખાનામાં પીળા બદામી રંગના ઉભા પટ્ટા ધરાવતો ચળકતો સાપ જોવા મળતા કારખાનામાં હાજર લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
નેચરલ ક્લબનો સંપર્ક મીલ મેનેજર દ્વારા કરવામાં આવ્યો હતો. સંસ્થાના કર્મચારીઓ તેમને બોલાવતા રેસક્યું કરીને દુર્ળભ આંશિક રીતે પટીય રેતીયો સાપને ત્યાંથી સુરક્ષીત લઇ જવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી. સાપ હોવાની માહિતી મળતા રેસક્યું કરવામાં આવ્યું હતું. જો કે અતિ દુર્લભ પ્રકારનો સાપ મળી આવ્યો હતો. આ આંશિક ઝેરી પટીય રેતીયો સા મળી આવ્યો હતો.
વન વિભાગને પણ આ માહિતી આપતા તત્કાલ વન વિભાગ પણ આવી પહોંચ્યું હતું. આ દુર્લભ પ્રજાતીના સાપને બચાવી લેવાયો હતો. ક્યાંય પણ સાપ આ પ્રકારનો જોવા મળે કે ફરી જોવા મળે તો તત્કાલ નેચરલ ક્લબને જાણ કરવા માટેની અપીલ કરવમાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે, આ સાપ ખુબ જ દુર્લભ પ્રકારનો સાપ છે.