JAMNAGAR : ભારતીય નૌસેનાના અગ્રણી ઇલેક્ટ્રિકલ તાલીમ સ્થાપત્ય ભારતીય નેવલ જહાજ (INS) વાલસુરા ખાતે 75મા સ્વતંત્રતા દિવસની ખૂબ જ ગૌરવ અને દેશભક્તિની ભાવના સાથે ઉજવણી કરવામાં આવી હતી.
VSMએ દેશના રક્ષણ માટે પોતાના જીવનું બલિદાન આપનારા શહીદોના માનમાં યુદ્ધ સ્મારક ખાતે, INS વાલસુરાના કમાન્ડિંગ ઓફિસર કોમોડોર ગૌતમ મારવાહા, પુષ્પગુચ્છ અર્પણ કરીને તેમને શ્રદ્ધાંજલી આપી હતી અને બાદમાં પ્રાસંગિક પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પરેડમાં 1 હજાર કરતા વધારે વાલસુરિયને ભાગ લીધો હતો, અને આ પરેડમાં મહિલાઓ, બાળકો તેમજ તેમના અન્ય પરિવારજનો સહિત સંખ્યાબંધ લોકો સાક્ષી બન્યા હતા. સંબોધન દરમિયાન કમાન્ડિંગ ઓફિસરે તેમના, ભારતની સ્વતંત્રતા માટે બલિદાન આપનારા શહીદો અને સ્વતંત્રતા સેનાનીઓના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો.
આમ, રાષ્ટ્રને વધુ મજબૂત બનાવવા માટે પ્રયાસો કરવાનો યુવા પેઢીને અનુરોધ કર્યો હતો. પરેડ ઉપરાંત, યાદગાર બનાવવા માટે 75મા સ્વતંત્રતા દિવસે અહીં 75 કિમીની દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પસંદ કરવામાં આવેલા વાલસુરિયને ભાગ લીધો હતો.