એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડે હોમ લોન પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. આ વિશેષ એલઆઈસી યોજના અંતર્ગત 31 ઓગસ્ટ સુધી 50 લાખ સુધીની લોન લઈ શકાશે. એલઆઈસી દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે નવા દરોની ઓફર નોકરિયાત વર્ગને આપવામાં આવશે.
આ યોજના સાથે જોડાયેલી વિશેષ બાબતો
તેનાથી 50 લાખ રૂપિયા સુધીની લોન પરના વ્યાજ દરને ઘટાડીને 6.66% કરવામાં આવ્યો છે.
આ યોજના 31 ઓગસ્ટ સુધી અમલમાં રહેશે અને લોનના પ્રથમ હપ્તા 30 સપ્ટેમ્બર પહેલા થઈ જવું જોઈએ.
આ યોજના હેઠળ, નોકરિયાત વર્ગ (પગારદાર વ્યક્તિ) લોન લઈ શકશે.
નવા વ્યાજ દર લોન લેવાની ક્ષમતા પર નિર્ભર રહેશે. તેના માટે તેનો સિબિલ સ્કોર આધાર હશે.
કોટક મહિન્દ્રા 6.65% ના વ્યાજ દરે લોન આપે છે
કોટક મહિન્દ્રા બેંક સસ્તા દરે હોમ લોન આપી રહી છે. તે 6.65% ના વ્યાજ દરે લોન આપી રહી છે. દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા 6.70 ટકાના વ્યાજ દરે લોન આપી રહી છે. ઘણી બેન્કો હાલમાં 70 ટકાથી ઓછા વ્યાજે હોમ લોન આપી રહી છે.
અન્ય બેંકમાં કેટલો છે વ્યાજ દર
બેંક વ્યાજ દર (%)
કોટક મહિન્દ્રા 6.65
LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ 6.66
SBI 6.70
ICICI 6.70
HD FC બેંક 6.70
એક્સિસ બેંક 6.75
યૂનિયન બેંક ઓફ ઇન્ડિયા 6.80
પંજાબ નેશનલ બેંક 6.80.
બેંક ઓફ બરોડા 6.85
બેંક ઓફ ઇન્ડિયા 6.85
કોટક મહિન્દ્રા, LIC અને SBIમાંથી લોન લેવા પર કેટલું વ્યાજ અને હપ્તો આવશે.
લોનની રકમ (રૂપિયામાં) સમયગાળો વ્યાજ દર (ટકામાં) હપ્તો (EMI) કુલ વ્યાજ (રૂપિયામાં)
10 લાખ 20 વર્ષ 6.65 7,544 8.11 લાખ
10 લાખ 20 વર્ષ 6.66 7,544 8.12 લાખ
10 લાખ 20 વર્ષ 6.70 7,574 8.18 લાખ